શહીદ પતિને અંજલિ આપવા માટે પત્ની પણ આર્મીમાં જોડાશે. વાત એમ છે કે, 2017નાં વર્ષમાં આર્મીનાં મેજર પ્રસાદ ગણેશ ભારત-ચીન સરહદ પર એક આગની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. અરુણચાલનાં તવાંગ જિલ્લામાં આ ઘટના બની હતી.
તેમની મૃત્યુ પછી ગૌરી પ્રસાદ મહાદિક પર આભ ફાટ્યુ હતુ પણ ગૌરી હિંમત હાર્યા નહોતા અને પતિને અંજલિ આપવા માટે પોતે જ પણ આર્મીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.
ગૌરી હાલ આર્મીની તાલીમ લઇ રહી છે અને ટૂંક સમયમાં તે આર્મીમાં જોડાશે. ગૌરીએ સર્વિસિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા પાસ કરી હતી અને હવે તેઓ ચેન્નઇમાં આવેલી ઇન્ડિયન આર્મીની ઓફિસર્સ ટ્રેઇનીંગ એકેડેમીમાં જોડાશે. તેઓ 49 અઠવાડિયાની તાલીમ લેશે. એક વર્ષની સઘન તાલીમ પછી ગૌરીને ઇન્ડિયન આર્મીમાં લેફટનન્ટ તરીકે જોડાશે.રીક્ષીમાં ગૌરીએ 16 સ્પર્ધકો સાથે સ્પર્ધા કરી હતી અને આ પરીક્ષા ટોપ કરી હતી.
ગૌરીએ જણાવ્યું કે, હું એક વકીલ છું અને કંપની સેક્રેટરી તરીકે ફરજ બજાવતી હતી પણ મારા પતિનાં મૃત્યુ પછી મેં નોકરી છોડી દીધી અને ભારતીય સૈન્યમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. મારા પતિને અંજલિ આપવા માટે મેં ઇન્ડિયન આર્મીમાં જોડાવવાનો નિર્ધાર કર્યો હતો. મારા પતિ જે યુનિફોર્મ પહેરતા હતા તે હવે હું પહેરીશ”