હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે નહીં લડે તે તમામ અટકળો ચાલી રહી છે. ત્યારે હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ ઉંઝાથી વિધાનસભા પેટા ચૂંટણી લડી શકે છે. લોકસભામાં જીતી શકે તેવી સીટ ન મળે તો ઊંઝાથી ચૂંટણી લડશે. ગુજરાતમાં અમરેલી સિવાય હાર્દિક માટે કોઇ સેફ સીટ નહીં. અમરેલીમાં લેઉવા-કડવાના સમીકરાણ સર્જાતા હાર્દિકે વ્યુહ બદલ્યો છે. ઊંઝામાં ભાજપના ઉમેદવાર સામે હાર્દિક પટેલ ઊભો રહી શકે છે.
મહત્વનું છે કે, કોંગ્રેસના આશાબહેને રાજીનામું આપતા હાલ ઊંઝા સીટ ખાલી થઇ છે. ઊંઝામાં પ્રતિબંધ હોવાથી થ્રીડી સભાના માધ્યમથી ચૂંટણી લડી શકે છે. થ્રીડી સભાને લઇને હાર્દિક પટેલની તૈયારીઓ શરૂ થશે. લોકસભા ચૂંટણી સાથે જ ઊંઝામાં પેટા ચૂંટણી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ હાર્દિક પટેલે રાજસ્થાનમાં એક ખાનગી ન્યૂઝ ચેનલમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે આગામી લોકસભાની ચૂંટણી લડશે. ખેડૂતો અને લોકો ઈચ્છતા હશે તો તે લોકસભા ચૂંટણી લડશે અને અમરેલીથી ચૂંટણી લડશે તેમ પણ જણાવ્યું હતું.
ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લોકસબામાં જીતી શકે તેવી બેઠક ન મળે તો તે ઊંઝાથી વિધાનસભાની પેટા ચૂંટણી લડી શકે છે.