હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચમાં રહેતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ આજે પોતાની જ પાર્ટીનો કાન ખેંચ્યો છે. આ વખતે દિગ્વિજયસિંહ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ માટે મૂર્દાબાદના નારા લગાવ્યા છે.
સોમવારે દિગ્વિજય સિંહ શાઝાપૂર જિલ્લાના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દિગ્વિજય સડક માર્ગથી શાહઝહાપૂર માટે રવાના થયા. આ સમયે તે ભોપાલથી જ સંતહિરદારામ નગરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમના સ્વાગત માટે રાખવામાં આવેલા કાર્યક્રમમાં તેઓ થોડો સમય માટે રોકાયા. આ કાર્યક્રમમાં દિગ્વિજયસિંહ સાથે નરેશ જ્ઞાનચંદાની પણ હાજર હતા.
નરેશ જ્ઞાનચંદાની હાલમાં જ વિધાનસભાની થયેલી ચૂંટણીમાં ભોપાલની હુઝૂર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમને ભાજપના રામેશ્વર શર્માના હાથે હારવાનો વારો આવ્યો હતો. અને આ હારની જ વાત કરતા દિગ્વિજય સિંહે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ માટે મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
દિગ્વિજય સિંહે કોંગ્રેસ કાર્યકર્તાઓને મંચ પરથી જ કહ્યું કે, નરેશ માટે જેમણે પણ કામ કર્યું તેમનો ધન્યવાદ અને જે કોંગ્રેસીઓએ કામ નથી કર્યું તેમના માટે મુર્દાબાદ. પોતાના નેતાના મોઢાથી જ મુર્દાબાદનો નારો સાંભળતા કાર્યકર્તાઓ અસહજ પરિસ્થિતિમાં મુકાયા હતા. જે પછી દિગ્વિજય સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આમાં કોઈને ખોટું ન લગાવવું જોઈએ. કારણ કે જે કાર્યકર્તાઓએ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ કામ નથી કર્યું તેમના માટે મેં કંઈ ખોટું નથી કહ્યું.