ગુજરાત યુનિ.નો કોન્વોકેશન થયાને ૧૫ દિવસ થવા આવ્યા છતાં હજુ સુધી ૫૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી જ મળી જ નથી.યુનિ.દ્વારા આ વર્ષે કોન્વોકેશનમાં રુબરુ ડિગ્રી પણ વિદ્યાર્થીઓ આપવાની વ્યવસ્થા કરાઈ નથી.જ્યારે પોસ્ટ દ્વારા પણ હજુ સુધી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામા આવી નથી.
યુનિ.દ્વારા દર વર્ષે એન્યુઅલ કોન્વોકેશન માટે વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે વિદ્યાર્થીઓ રૃબરૃ હાજર રહીને ડિગ્રી મેળવવા માંગે તેઓ માટે કોન્વોકેશનના દિવસે રૃબરૃમાં ડિગ્રી આપી દેવાય છે અને જે માટે રજિસ્ટ્રેશન ફોર્મમાં પ્રેઝન્ટ કે એબ્શન્સિયા એટલે કે ડિગ્રી હાજરમા લેવી છે કે ગેરહાજરમાં તે રીતના બે વિકલ્પ અપાય છે.જેમાં જે વિદ્યાર્થીઓ એબ્શન્સિયા લખે તેઓને ઘરે પોસ્ટથી પહોંચાડવામા આવે છે.વિદ્યાર્થીઓ પાસે ત્રણ મહિના પહેલા ૨૫૦ રૃપિયા લઈને ડિગ્રી સર્ટી માટેનું રજિસ્ટ્રેશન કરાવી દેવાયુ છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી મળી નથી.જ્યાં પહેલેથી યુનિ.એ મોડો કોન્વોકેશન કરતા વિદ્યાર્થીઓને ૨૦૦થી૭૦૦ રૃપિયા ભરીને પ્રોવિઝનલ ડિગ્રી લેવી પડે છે અને કોન્વોકેશન પૂર્ણ થયા બાદ પણ હજુ ડિગ્રી માટે રાહ જોવી પડી રહી છે.
હાલ યુનિ.માં અનેક વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ યુનિ.દ્વારા જે વિદ્યાર્થીઓ યુનિ.માં આવીને રુબરુમાં લેવા માંગે છે તેઓને પણ ડિગ્રી અપાતી નથી.યુનિ.તંત્રનું કહેવુ છે કે વિદ્યાર્થીઓને પોસ્ટ દ્વારા જ અપાશે અને રૃબરૃમાં ડિગ્રી આપવાથી એક મહિનો સુધી યુનિ.એ પ્રક્રિયા કરવી પડે છે અને તેના લીધે ડિસ્પેચમાં પણ વિલંબ થાય છે જેથી આ વર્ષે કોન્વોકેશન માટે ડિગ્રી ફોર્મ ભરનારા તમામ ૫૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ સ્પીડ પોસ્ટથી ઘરે જ મોકલવામા આવશે.ડિગ્રી સર્ટિફિકેટ મળવામા વિલંબ થતા ખાસ કરીને વિદેશ અભ્યાસ માટે જનારા અને મેડિકલના વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.અગાઉ મેડિકલના વિદ્યાર્થીઓને તો રૃબરૃમાં ડિગ્રી આપી દેવાતી હતી.પરંતુ આ વર્ષે તેઓને પણ અપાઈ નથી.પરીક્ષા વિભાગમાં સ્ટાફની અછતને લઈને ડિગ્રી સર્ટિફિકેટના કવર બનાવી સ્ટીકર લગાવવા સહિતની કામગીરીમાં ઘણા દિવસો લાગ્યા છે અને જેથી હજુ સુધી ૫૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી મળી નથી તેમજ હજુ પણ થોડા દિવસ રાહ જોવી પડે તેમ છે.