સુરતમાં હવે લોકો તો ઠીક પણ સુરત પોલીસ પણ સુરક્ષિત નથી. ચોકીદાર પર જ ચોરોના હુમલાઓ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોરોનો પીછો કરતી પોલીસ પર તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાઈક પર આવેલા 3 ઈસમોએ પોલીસ કર્મચારીને આંતરી બેઝ બોલના ફટકાનો માર મારીને ઘાયલ કર્યો હતો. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કરવામાં આવી હતી. આ ઘચના પરથી કહી શકાય કે સલામતીના દાવો કરતા સુરતમાં ખુબ પોલીસ પણ સલામત નથી.
