ભાજપના કાઉન્સિલરને લાંચ લેવામાં હજુ ગણતરીના દિવસો નથી થયી ત્યાં કોંગ્રેસના મહિલા કાઉન્સેલરનો પુત્ર લાંચની રકમ સ્વીકારતા એન્ટી કરપ્શનના હાથે પકડાયો છે. કાઉન્સિલરે મકાનના બાંધકામને તોડી પાડવાની ધમકી આપીને હેરાનગતિ કરવા માટે 15 હજાર રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ બે આરોપી મારફથે રૂપિયા સ્વિકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વોર્ડ નંબર 18, આંજણા-ખટોદરા વિસ્તારના મહિલા કોર્પોરેટર લીલાબેન ભાઈદાસભાઈ સોનવણેના પુત્ર કૃણાલ દ્વારા આજ વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામને તોડી પાડવા માટે તથા હેરાનગતિ ન કરવા માટે પોતે વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર પુત્ર બતાવીને કોર્પોરેટર માતાનો હોદ્દો બતાવીને બાંધકામ નહી તોડવા 15 હજારનો સોદો કર્યો હતો. ફરીયાદીએ એસીબીને સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું અને તે પકડમાં આવી ગયો.