પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પોતાના સંસદમાં એલાન કર્યું છે કે તે શાંતિ ઈચ્છે છે અને ભારતીય પાયલેટને કાલે ભારતને પરત કરશે.
પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને જણાવ્યું કે, અમે અમન અને શાંતિ ઈચ્છીએ છીએ. વાત ચીત કરવા ઈચ્છીએ છીએ. ભારતમાં વગર કારણે પાકિસ્તાન પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. હિન્દુસ્તાનની સાથે એક ડિબેટની જરૂર છે. હું ક્રિકેટ રમવા માટે ભારત જઈ ચુક્યો છું યુદ્ધ થાય છે તો તેમાં કોઈની જીત નથી થતી.
ધણા દેશ આવા વાતાવરણના કારણે તબાહ થઈ ગયા છે. યુદ્ધ કોઈ વાતનો ઉકેલ નથી. જો ઈન્ડિયા કોઈ એક્શન લે તો આપણે પણ લેવું પડે. હું બસ ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે પાકિસ્તાન શાંતી ઈચ્છે છે. આ યુદ્ધનો ખોફ પાકિસ્તાન કે હિન્દુસ્તાન કોઈને ફાયદો નથી કરી રહ્યો. આપણે વારંવાર વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેને કમજોરી ગણવામાં ન આવે. બહાદ્દુર ઝફર અને ટીપુ સુલતાનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ દેશનો હીરો ટીપુ સુલતાન છે.
ભારત અને પાકિસ્તાની વચ્ચેના તણાવની વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ જણાવ્યું કે, જો પાયલટને પરત કરવાથી ડિ-એસ્કેલેશન ઓફ ટેન્શન (શાંતી) સ્થાપિત થાય તો પાકિસ્તાન પાયલટને પરત કરવા પણ તૈયાર છે. ત્યાંર બાદ મહમુદ કુરૈશીએ જણાવ્યું કે ઈમરાન ખાન ભારતની પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરવા માટે તૈયાર છે. ભારતે તેનો મોટો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાયલટને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવે.