પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના આંગણે આજે ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર લોકોએ ગણતરીના કલાકોમાં આશરે 4 કરોડ રૂપિયા શહીદોના પરિવાર માટે એકઠા કરવામાં આવ્યાં હતાં.
