દક્ષિણ ગુજરાતમાં અવાર-નવાર ભુકંપના આંચકા અનુભવાતા રહે છે. આજ રોજ વલસાડમાં ભુકંપના આચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે હાલ કોઈ જાના હાની સર્જાઈ નથી.
મળતી માહિતી પ્રમાણે ભુકંપનું કેન્દ્રબીંદું મહારાષ્ટ્રના પાલઘર પાસે નોંધાયું છે. ભુકંપની તીવ્રતા 3.1 ની હોવાથી વલસાડ અને આસપાસના ગામોમાં હળવા ભુકંપના આંચકાનો અનુભવ થયો હોત. લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. જો કે હાલ ચિંતા કરવાની કોઈ બાબત નથી.