અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાનો પ્રમુખ રહેલા ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેન પર 10 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાએ કહ્યું કે, હમજા પોતાના પિતાનો મોતનો બદલો લેવા માટે અમાર પર મોટા હુમલાનું કાવતરું રચી રહ્યો છે. જેના કારણે અમેરિકાએ તેના માટે મોટો પુસ્કારની જાહેરાત કરી છે.
અમેરિકા વિદેશ મંત્રાલયે શુક્રવારે આ ઇનામની જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, હમજા અમેરિકા અને તેમના સહયોગિઓ પર હુમલાનું કાવતરું રચી રહ્યો છે. તેને અમેરિકાને હુમલાને ધમકી પણ આપી છે. અમેરિકી વિદેશ વિભાગના એક અધિકારી એમટી ઈવાનોકે કહ્યું કે, અમેરિકાનું આ કદમ આંતકવાદ વિરુદ્ધનું છે જેમાં હથિયારના ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અલ-કાયદાના પ્રમુખ રહેલા ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેને ગત દિવસોમાં લગ્ન કરી લીધા છે. તેમને આ લગ્ન કોઇ બીજા સાથે નહીં પરંતુ 9/11 આતંકી હુમલા માટે વિમાન હાઇજેક કરનાર મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે કર્યા છે. ઓસામાના પરિવારે તેની પુષ્ટિ કરી છે. ઓસામા બિન લાદેનના પિતરાઇ ભાઇઓએ એક ઈન્ટરવ્યૂમાં આ લગ્નની વાત કબૂલી હતી.