ગુજરાતમાં દારુબંધી હોવા છતા પણ અવારનવાર પોલીસ ચેકીંગ દરમિયાન દારૂનો જથ્થો મળી આવે છે. આ રોજ પણ વાપી પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરેલી એક બલેનો કાર પકડી પાડી હતી અને પોલીસે 1 લાખ 80 હજારની કીંમતનો દારૂ , વાહન તથા મોબાઈલ મળીને કુલ 6,87,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વાપી પોલીસ આજ રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોમ્બે હોટલ પાસે તેમણે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી સુરત પાર્સિંગની બલેનો ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. આ ગાડીએ રસ્તામાં બીજી ત્રણ મોટર સાયકલને પણ નુકસાન કર્યું હતું. પોલીસે નારાય સ્કુલ પાસે આ બલેનોને ટક્કરમારીને ચાર આરોપી સાથે બલેનોમાંથી 1,80,000 ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે કોઈ પાસ પરમીટ ન હોવાથી પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને મુદ્દામાલ જપ્ત કર્યો છે.