ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ જવા માટે રાજકોટ એરપોર્ટ ઉતર્યા હતા. દરમિયાન તેમની તબિયત અસ્વસ્થ થતાં જ તેઓએ જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જૂનાગઢમાં બુધવારથી શરૂ થયેલા જૂનાગઢના મહાકુંભમાં આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના મુખ્યમંત્રી બપોરે ત્રણ વાગ્યે પ્રકૃતિ ધામમાં સંતસભા સંબોધવાના હતા. તે અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી યોગી આદિત્યનાથ સાથે તેઓ જૂનાગઢ જવાના હતા.
પરંતુ રાજકોટ એરપોર્ટ પર ઉતરતાં જ રૂપાણીની તબિયત અસ્વસ્થ થઈ હતી. તેમને નબળાઈ લાગતાં જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હતો અને તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા સહિતની વ્યવસ્થા શરૂ કરાઈ હતી.