વાપી નજીક આવેલા કરવળ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલા એક મીલના ગોડાનને આજરોજ ઘન કચરો સળગાવવા પર પ્રતિબંધ મુકતી નોટીસ ફટકારવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે આ ધન કચરો સળગાવવાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે ત્યાંથી પસાર થતા ડુંગરી ફળિયાથી દેહગામ વચ્ચેના લોકોને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી હતી. આ કારણને જોતા ગામના લોકોએ આ કચરો ન સળગાવવા માટે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે કરવળ ગ્રામ પંચાયત નજીક આવેલી પેપર મિલનો ઘન કચરો ગોડાઉનમાં લાવીને સળગાવવામાં આવતો હતો, જેના કારણે આસપાસના ગામમાં પ્રદુષણ ફેલાવવાની સમસ્યા હતી. આ સમસ્યાને જોતા ગામના લોકોએ મીલના માલિકને આ પ્રક્રિયા તાત્કાલિક બધ કરવા નોટીસ ફટકારી હતી.