જમ્મુ-કાશ્મીરના ઈંદવાડામાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. રવિવારે સવારે ફાયરિંગ બંધ થયું હતું. સુરક્ષા દળો દ્વારાઆ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના ચાર સૈનિકો શહીદ થઈ ગયા હતા અને બે આંતકવાદીઓને માર્યા ગયા હોવાનો અહેવાલ છે. પરંતુ હજુ આતંકવાદીઓનો મૃતદેહ મળ્યો નથી.
શુક્રવારે રાત્રે ઈંદવાડા વિસ્તારમાં એ ઈલાકાનાં આતંકવાદીઓ છુપાયા હોવાનો અહેવાલ મળતા સલામતી દળોને જાણ કરવામાં આવી હતી. આ પછી સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો. બંને બાજુથી ફાયરિંગ શનિવાર સુધી અને રાત સુધી ચાલુ હતું. તે પછી અચાનક ફાયરિંગ બંધ થઈ ગયું. સુરક્ષા દળોએ આતંકવાદીઓના છુપાવાના સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને ત્યારે જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. આર્મી ઓપરેશનમાં 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજી સૈનિકોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
પાકિસ્તાને સતત નવમાં દિવસે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને ફરીવાર નૌશેરા સેક્ટરમાં સીઝ ફાયરનુ ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાનને ભારતીય ચોકીને નિશાન બનાવતા સુરક્ષાદળોએ પાકિસ્તાની રેનજર્સને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનના ફાયરિંગના કારણે લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને ભારતીય સીમામાં મોર્ટાર અને ભારે હથિયારથી ગોળીબાર કર્યો. આ પહેલા પાકિસ્તાને પૂંછ, રાજોરી, ઉરી અને બાલાકોટમાં ફાયરિંગ કર્યુ હતું. જેનો ભારતીય જવાનોએ જવાબ આપ્યો છે.