પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશભરામંથી લોકો સામે આવી રહ્યા છે. ત્યારે કોટાના રહેવાસી એક વ્યક્તિએ શહીદોના પરિવાર માટે 110 કરોડ રૂપિયાની સહાયતા રાશી આપવાની વાત કરી છે. આ રકમ પ્રધાનમંત્રી રાહત કોષમાં મોકલશે.
આ વ્યક્તિનું નામ છે મુર્તજા અલી, જે હાલમાં મુંબઈમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. મુર્તજાએ શહીદોના પરિવારના મદદ મદદ માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં એક ઈમેઈલ કરી પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયે તેમને બે-ત્રણ દિવસમાં પ્રધાનમંત્રી સાથે બેઠક કરવાનો જવાબ મોકલ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુર્તજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી તેમને 110 કરોડ રૂપિયાનો ચેક સોંપશે. આની માટે તેમણે તમામ પ્રકારની કાગળોની કાર્યવાહી પણ કરી રાખી છે. તેમણે 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કાર્યાલયને ઈમેઈલ મોકલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટેનો સમય માંગ્યો હતો. ત્યારબાદ એક માર્ચના રોજ જવાબ આવ્યો કે, બેથી ત્રણ દિવસમાં તેમને મળવાનો સમય જણાવી દેવામાં આવશે.