વીઆઈપી રોડ પર આવેલા એક કેફેમાં માત્ર મહિલાઓને જ એન્ટ્રી મળશે. મહિલાઓને પ્રમોટ કરી શકાય તે માટે શહેરની સાત મહિલાઓ દ્વારા કાફે શરૂ કરવામાં આવ્યું છે અને જે ફક્ત મહિલાઓ માટે જ છે. સારી રસોઈ બનાવતી મહિલાઓને આ કાફે દ્વારા પ્રમોટ કરવામાં આવશે. હાલ આ 5 મહિલાઓ શેફ તરીકે સેવા આપી રહી છે. માત્ર કાફે જ નહિં પરંતુ, ફેશન ડિઝાઈનિંગ, ડેકોરેશન જેવા ફિલ્ડમાં પણ મહિલાઓને પ્રમોટ કરવામાં આવે છે.
શહેરમાં અનેક એવી મહિલાઓ છે જેમને જોબ કરવી છે પરંતુ એમને બાળકો હોવાથી એ જોબ કરી શકતી નથી. ત્યારે આ કેફેમાં પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે. જે મહિલાઓ આ કેફેમાં શેફ તરીકે કામ કરશે એ બાળકને સાથે લઈને આવી શકશે. બાળક પ્લે એરિયામાં રમશે અને મહિલા શેફ તરીકે જોબ કરશે. શહેરમાં એવી અનેક મહિલાઓ હોય છે જે બાળકોના કારણે જોબ કરી શકતી નથી એટલાં માટે એમને મદદ મળશે.
જે મહિલાઓને સારી રસોઈ બનાવતા આવડે છે. એમને પણ પ્રમોટ કરવામાં આવશે. રસોઈની શોખ ધરાવતી મહિલાઓએ આ કેફેનો સંપર્ક કરવો પડશે. ત્યાર બાદ આ કેફે દ્વારા એમને બનાવેલી વાનગીને પ્રમોટ કરવામાં આવશે. જ્યારે કોઈ પાર્ટી માટેના ઓર્ડર આવશે મેનુમાં એમની વાનગી પણ આપવામાં આવશે. જ્યારે પાર્ટીનો ઓર્ડર આવશે ત્યારે મહિલા ઘરે બેસીને જ રસોઈ બનાવીને આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહિલાઓને પ્રમોટ કરવા માટે આ કાફેમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સેમિનાર, વર્કશોપ અને કોમ્પિટીશન જેવા કાર્યક્રમો કરવામાં આવશે. મહિલાઓને પ્રોફેશનલી ટ્રેઈનિંગ પણ આપવામાં આવશે. અત્યારે આ સંસ્થામાં 30 મહિલાઓ જુદી જુદી એક્ટિવિટીમાં કાર્યરત છે. દરેક પ્રકારના પ્રોફેશનથી આવતી અને હાઉસ વાઈફ પણ કોઈ કામ આપવામાં આવે છે.
નંદિતા સુલ્તાનિયા સિટી ભાસ્કરને કહે છે કે, ‘એવી અનેક મહિલાઓ છે જેઓ માત્ર ઘરે રહીને જ કામ કરે છે. ત્યારે આવી મહિલાઓને પ્રમોટ કરી શકાય તે માટે આ કાફે શરૂ કરવામાં આવ્યું છે. અમારે ત્યાં કાફે નહીં અન્ય એક્ટિવીટી પણ કરવામાં આવે છે. માત્ર મહિલાઓને જો લંચ અથવા ડિનર લેવા માટે આવવું હોય તો આવી શકે તે માટે આ કાફેની શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા અને મહિલાઓથી ચાલતું શહેરનું પ્રથમ કાફે છે.