સ્માર્ટ ઇન્ડિયા હૅકેથૉન 2019 માટે યોજાયેલ કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગ વડે સંબોધી રહેલા પીએમ નરેન્દ્ર મોદીને એક વિદ્યાર્થિનીએ માહિતી આપી કે આ કાર્યક્રમ ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે છે. આ બીમારીથી પીડાતા બાળકોને વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવાય છે. વિદ્યાર્થિનીએ મોદીને માહિતી આપી, ‘અમારી પાસે ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે એક આઇડિયા છે કે જે વાંચવા-લખવામાં બહુ મંદ હોય છે, પરંતુ તેમનું ક્રિએટિવિટી લેવલ સારું હોય છે. આપણે આ વસ્તુ તારે ઝમીં પર ફિલ્મમાં જોઈ ચુક્યા છીએ.’
વિદ્યાર્થિની જ્યારે આ માહિતી આપી રહી હતી, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેને અધવચ્ચે જ રોકતા સવાલ પૂછી નાખ્યો, ‘શું આ પ્રોગ્રામ 40-50 વર્ષના બાળક માટે પણ ફાયદાકારક થશે ?’ પીએમ મોદીએ આટલું કહેતા જ ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓ જોર-જોરથી હસવા લાગ્યા. તે વિદ્યાર્થિની પણ હસતા-હસતા જવાબ આપે છે, ‘હા’. પીએમ મોદી આગળ કહે છે, ‘એવા (ડિસ્લેક્સિયાથી પીડિત-વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવતા) બાળકોના માતાઓને પણ બહુ ખુશી થશે.’ પીએમ મોદીની આ વાત પર ફરીથી વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા લાગ્યાં.
જોકે મોદીના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. સીપીએમ નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું, ‘શરમજનક અને અવાંછિત. આપણી પાસે કેટલાક ડિસક્લેસિયા કે દિવ્યાંગ સંબંધીઓ, મિત્રો, બાળકો અને વાલીઓ છે. 70 વર્ષમાં પહેલી વાર પીએમ પદે કોઈ વ્યક્તિ એવી છે કે જે લાગણીવિહોણી છે. બહુ થયું મિસ્ટર મોદી. આ છે સંસ્કાર આપના ?’
તો આમ આદમી પાર્ટીના નેતા પ્રીતિ શર્મા મેનને પણ મોદીની ટીકા કરી. તેમણે ટ્વીટ કર્યું, ‘ભગવાન ! હવે વિચારીએ કે નરેન્દ્ર મોદી આનાથી નીચે નહીં જાય, ત્યારે તેમણે નમવાની ટેવ પાડવી જોઇએ. એક વાલી તરીકે હું ઇચ્છીશ કે મારા બાળકો સુલુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ કહેલી વાત ન સાંભળે કે જેમાં તેમણે રાહુલ ગાંધીનું અપમાન કર્યુ હતું.’