દેશના કેટલાય રાજ્યોમાંથી દલિતો અને આદિવાસીઓએ ભારત બંધનુ એલાન કર્યું છે. આ એલાન એટલા માટે કરવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે આદિવાસીઓને જંગલ ખાલી કરવાનું કહ્યું હતું. ગઈ 13 તારીખે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ત્યારે આ નિર્ણય પર રોક પણ લગાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં કેટલાક સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને 5 માર્ચે ભારત બંધ કરવાની સંભાવના છે. આદિવાસી ધરાવતા લોકોનાં રાજ્યો એટલે કે ગુજરાતથી માંડીને છેક મધ્ય પ્રદેશ સુધી આ આંદોલન ચાલશે એવી સંભાવના છે.
સુપ્રીમ કોર્ટે દેશનાં 21 રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ 11 લાખથી વધુ આદિવાસી – વનવાસી પરિવારોને જંગલોમાંથી બહાર કાઢે. આ આદિવાસીઓએ વન અધિકાર અધિનિયમ 2006 મુજબ જંગલોમાં રહેવાનાં અધિકારનો દાવો કર્યો હતો જેને રાજ્ય સરકારોએ ફગાવી દીધો હતો. ત્યારબાદ SC સમક્ષ એક અપીલ દાખલ કરવામાં આવી હતી. અપીલકર્તાઓએ માંગ કરી હતી કે જે લોકોનાં વન અધિકાર દાવા રદ કરી દેવામાં આવ્યા છે તેઓને જંગલોમાંથી હાંકી કાઢવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ કર્યો છે કે તેમને જંગલોમાંથી હટાવામાં આવે. આ હુકમના કારણે ગુજરાતમાં પણ લગભગ એક લાખથી વધુ આદિવાસીઓને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે.