Dhartiputra Keshubhai: કેશુભાઈની સરકારને ઉથલાવવા નરેન્દ્ર મોદીએ કેવા કાવતરાં કર્યા હતા, તેનો ધરતીપુત્ર કેશુભાઈ પુસ્તકમાં ધડાકો
પુસ્તક રીવ્યુ
Dhartiputra Keshubhai: ધરતીપુત્ર પુસ્તકમાં ઘડાકો, કેશુભાઈએ મુખ્ય પ્રધાન બનવા ત્યારે ઈન્કાર કર્યો
27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિન રાજકીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કુર્મિ સેના દ્વારા રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અનેક રાજ્યોના કૂર્મિ નેતાઓ આવવાના છે.
Dhartiputra Keshubhai: તે સમયે કેશુભાઈના જીવન અને કર્મ ઉપકનું પુસ્તરનું વિમોચન થવાનું છે. આ પુસ્તક ગુજરાતના નામાંકિત પત્રકાર દિલીપ પટેલે લખ્યુ છે. જેમાં અનેક નવા ઘટસ્ફોટ થયા છે.
આ પુસ્તકમાં લખ્યું છે કે, બાબુભાઈ જશભાઈ એક સમયે કેશુભાઈ પટેલને મુખ્ય પ્રધાન બનાવવા માંગતા હતા. પણ કેશુભાઈએ તેનો ઈનકાર કરી દીધો હતો.
મોરબી બંધ તૂટવાની ઘટનાનો માધવસિંહ સોલંકીએ રાજકીય લાભ લીધો. અને તેના કારણે કોંગ્રેસ 1985માં ફરી સત્તા પર આવી હતી. જે કોંગ્રેસની છેલ્લી સરકાર હતી.. ત્યાર પછી ફરી કોંગ્રેસ આવી નથી. ફેબ્રુઆરી,1980માં બાબુભાઈએ વિધાનસભા બરખાસ્ત કરી. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું.
શું થયું હતું એ બેઠકમાં ?
મોરબીમાં મચ્છુ બંધ તૂટ્યો ત્યારે રાહતકામ મોટાભાગના પૂરા થયા પછી મુખ્ય પ્રધાન બાબુભાઈ પટેલ અને કેશુભાઈ ગાંધીનગર પરત આવ્યા ત્યારે કોંગ્રેસ પક્ષે સરકાર પર ખોટી રીતે માછલા ધોયા હતા. તે બાબતોથી ખિન્ન બાબુભાઈ પટેલ રાજીનામું આપવા તૈયાર થયા હતા. રાજીનામું આપવા માટે જે બેઠક મળી હતી તે કેશુભાઈના સત્તાવાર નિવાસ સ્થાને ગાંધીનગરમાં મળી હતી. ત્યારે પ્રધાન મંડળમાં નવીનચંદ્ર બારોટ પછી કેશુભાઈ ત્રીજા ક્રમે પ્રધાન હતા.
મુખ્ય પ્રધાન બનવા ઇન્કાર કરી દીધો
આ બેઠકમાં મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલે કહ્યું કે હું રાજીનામું આપું છું અને કેશુભાઈને મુખ્ય પ્રધાન બનાવવાની મારી ઈચ્છા છે. કેશુભાઈ મુખ્ય પ્રધાન બને એમ હું ઇચ્છું છું. પરંતુ ત્યારે કેશુભાઈએ કહ્યું કે ચૂંટણી માથા પર છે અને તમે રાજીનામું આપો તે બરાબર નહીં. મને મુખ્ય પ્રધાન બનાવો તો તે યોગ્ય નથી. મને મુખ્ય પ્રધાન બનાવવાથી મોચરાને કોઈ ફાયદો થવાનો નથી. મને મુખ્ય પ્રધાન ન બનાવો. બાબુભાઈને તેમણે કહ્યું કે તમે જ અમારા વરિષ્ઠ નેતા છો. તેથી આખી ટર્મ પૂરી કરો. મોરબીની ઘટના બની તેમાં તમારો વ્યક્તિગત કોઈ દોષ નથી. તેથી તમારે રાજીનામું આપવું ન જોઈએ.
આખરે બાબુભાઈએ રાજીનામું આપ્યું અને સરકાર બરખાસ્ત કરી વિધાનસભા ભંગ કરી હતી. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું.
1980માં મેં મહિનામાં ચૂંટણી યોજાઈ. કોંગ્રેસના 141 ધારાસભ્યો ચૂંટાયા હતા. માધવસિંહના મડદા પરના રાજકારણથી ચૂંટાયા હતા. જનતા પક્ષે માત્ર 31 ધારાસભ્યો હતા. બાબુભાઈ ચૂંટણી હારી ગયા.
કેશુભાઈ પટેલ સાથે તેના જ પક્ષના નેતાઓએ કેવા કાવાદાવા અને કાવતરા કર્યા હતા તે આ પુસ્તકમાં છે.