PUBG આજના સમયની સૌથી જાણીતી ઓનલાઇન ગેમ છે અને એ રમતા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. આટલું જ નહીં PUBGનો નશો લોકોના માથે એટલો ચઢી ગયો છે કે ઘર અથવા ઓફિસમાં દરેક લોકો PUBG રમતા નજરે જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે હવે PUBG રમવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત થઇ ગયું છે અને જો તમે એવું કરતા નથી તો PUBG રમી શકશો નહીં. એના માટે ઉંમરની લિમીટ નક્કી કરવામાં આવી છે.
હાલ આ નિયમને ચીનમાં લાગૂ કરવામાં આવ્યો છે અને અહીંયા પ્લેયર્સ માટે ઉંમરનું રિસ્ટ્રીક્શન લગાવી દેવામાં આવ્યું છે. એટલે કે હવે 13 વર્ષથી ઓછી ઉંમરના લોકોને PUBG રમવા માટે પોતાના ગાર્જિયન્સ પાસેથી પરવાનગી લેવી પડશે ત્યારે જ એ ગેમ રમી શકશે.
વાસ્તવમાં ચીનની સરકારે યુવાઓને ગેમ્સના એડિક્શનથી બચાવવા માટે આ પગલું ભર્યું છે. આ જ કારણથી એની પર PUBG ગેમની ડેવલપર કંપની Tencentએ રોક લગાવી દીધી છે. જણાવી દઇએ કે પ્લેયર્સની ઉંમર કેટલી છે એની ઓળખ માટે કંપનીએ ફેસ રિકગ્નિશન ટેકનીકનો ઉપયોગ કર્યો છે. કારણ કે ઓછી ઉંમરના લોકોને એને રમતા રોકી શકાય.
નોંધનીય છે કે PUBGને ડિસેમ્બર, 2017માં લોન્ચ કરવામાં આવી હતી ત્યારે એટલી ફેમસ નહતી. પરંતુ હાલમાં આ જાણીતી ગેમ બની ચુકી છે. આ ગેમમાં એક સમયે અલગ અલગ જગ્યાઓ પર ઓનલાઇન પ્લેયર્સ એક સાથે ગેમ રમી શકે છે. એ દરમિયાન ઘણા પ્લેયર્સ એક ટીમ બનાવીને બીજાને મારે છે અને પોતાના મિશનને પૂર્ણ કરે છે.