અત્યારના યુવકો પર ફોટોગ્રાફીનું ભૂત એટલું હાવી થઇ ગયું છે કે, સારો અને બધા કરતા અલગ ફોટો પડાવવા માટે તેઓ કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં ફોટો પડાવવામાં યુવકોના મોતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવું જ કઈ સુરતાના ઓલપાડ તાલુકામાં બન્યું છે. કે, જ્યાં
એક રીપોર્ટ અનુસાર ઓલપાડ તાલુકાના કુદસદના સમૂહ વસાહત નગરના 5 જેટલા બાળકો DSLR કેમેરો લઇને શેખપુર રોડ નજીક આવેલી ઓલપાડની મેઈન કેનાલ પાસે આવ્યા હતા. આ પાચ યુવકોમાંથી બે યુવકો અલગ ફોટો પડાવવા માટે કેનાલમાં ઉતર્યા હતા. જો કે, કેનાલમાં પાણીનો તણાવ ખૂબ જ વધારે હોવાના કારણે બને કિશોરો કેનાલમાં ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ થતા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને કેનાલ ડુબેલા કિશોરોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.
લોકોએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર કાફલો અને 108ની ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબેલા બે કિશોરોની શોધખોળ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેનાલ 67 દિવસથી ખાલી પડી હતી. જેના કારણે ખેડૂતોની સિંચાઈ માટેના પાણીની જરૂરીયાત હોવાથી સિચાઈ વિભાગ દ્વાર ગઈ કાલે જ પાણી છોડવામાં આવ્યું હતુ.