ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેનાથી કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે.. ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડસ કરી દેવામાં આવ્યા છે. માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દીધું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, બે વર્ષથી વધુ સજાના કેસમાં ધારાસભ્ય પદ રદ્દ થાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 1 માર્ચના રોજ ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડને સજા થઇ હતી. 1995માં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીમાં દોષી ઠરતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. એટલે હવે તાલાલા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.