સુરત સિવિલ હોસ્પિટલમાં આપઘાતના રોજ અનેક કેસો બનતા હોય છે. પણ આ કેસ વિશે જાણીને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. અહીં એક નેપાળી વોચમેને LPG પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. વોચમેનને હોસ્પિટલ લાવવામાં આવતા શરૂઆતમાં તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ સિવિલ ખાતે યુવકની સારવાર ચાલી રહી છે. યુવકની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
બનાવની વિગતે વાત કરીએ તો સુરતના રુસ્તમપુરામાં વોચમેનની નોકરી કરતા એક નેપાળીએ એલપીજી સિલિન્ડરમાંથી ગેસ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારના ધ્યાનમાં આ વાત આવી જતા વોચમેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પુરન નામના વોચમેનનો કેસ સાંભળીને શરૂઆતમાં સિવિલના ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.
લોકોના જણાવ્યા પ્રમાણે પુરન નામનો વ્યક્તિ રુસ્તમપુરા ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતો હતો. મંગળવારે રાત્રે પુરન દારૂ પી ગયો હતો. આ દરમિયાન તેણે ગેસના બાટલાની નળી પોતાના મોઢામાં નખી હતી અને રેગ્યૂલેટર ચાલુ કરી દીધું હતું. પુરન સુરત શહેરમાં પત્ની અને ત્રણ સંતાન સાથે રહે છે.