ધંધુકા-બરવાળા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં એક બાળકી સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 2થી 3 લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બોટાદ જિલાના બરવાળા ગામે રહેતા સોહિલભાઈ સાલેવાલા તેમના પરિવાર સાથે વહેલી સવારે સ્વીફ્ટ કાર નંબર જી .જે ૩૩ બી ૩૮૯૨ લઈ ને અજમેર શરીફ દર્શન કરવા માટે અજમેર તરફ જવા નીકળ્યા હતા. જ્યારે અમદાવાદથી આવી રહેલ સ્વીફ્ટ કાર નંબર જી .જે.૨૭ બી ઈ ૫૩૫૦ કાર લઈ બરવાળા તરફ આવી રહ્યા હતા. આજે વહેલી સવારનાં તગડી ગામ પાસે આ બંન્ને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર કોકીલાબેન સાલેવાલા (ઉવ.૫૮) ,સોહિલ સાલેવાલા (ઉવ.૩૨) માતા પુત્ર અને પવન નામના દોઢ વર્ષનાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જયારે ઈજાગ્રસ્તમાં એલીસ સલેવાલા (ઉવ.૧૦) ,પસીલાબેન હિરેનભાઈ જોગાણી (ઉવ ૨૫) રે .અમદાવાદ ,ભગવતીબેન હાર્દિકભાઈ ભુવા (ઉવ.૩૩) રે. અમદાવાદ ,ભૂમિકાબેન ધવલભાઈ માલવિયા (ઉવ.૩૧) રે. અમદાવાદ ,રેખાબેન બકુલભાઈ હમીરાની (ઉવ .૪૫) રે. અમદાવાદ ,હાર્દિક કનુભાઈ ભુવા (ઉવ .૪૦) રે. અમદાવાદ અને હસતી હાર્દિકભાઈ ભુવા રે. અમદાવાદ ૬ ને નાની મોટી ઈજાઓ થતા તમામને સારવાર માટે ૧૦૮ મારફતે ધંધુકાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.