રાજ્યમાં પક્ષ પલટાની સીઝન બરાબરની ખીલી છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો વંડી ઠેકીને ભાજપમાં જઈ રહ્યાં છે. હજી આજે જ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાયા તેને 4 કલાક પણ નથી થયા ત્યાં કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડ્યું છે.
કોંગ્રેસના હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
હવે તેઓ પણ ભાજપમાં જોડાય તેવું કહેવાઈ રહ્યું છે. જોકે રાજીનામું આપ્યા બાદ ક્યાં જોડાશે તેને લઈને પરષોત્તમ સાબરિયાએ કોઈ ખુલાસો કર્યો છે. તેમની કહ્યું છે કે, તક મળશે એટલે તુરંત જ ભાજપમાં જોડાઈશ. આમ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે તે સ્પષ્ટ થઈ ગયું છે. જોકે તેઓ લોકાસભાની ચૂંટણી લડશે કે કેમ તેને લઈને સાબરિયાએ કોઈ જ ખુલાસો કર્યો નહોતો.