લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ ભાજપે કોંગ્રેસને જબરજસ્ત ફટકો માર્યો છે કદાવર નેતા અને ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે બપોરે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ને રાજીનામું ધરી દીધા બાદ સાંજે 4 વાગ્યે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી ગયા હતા જ્યાં ભાજપના નેતાઓએ તેમને કેસરી ખેસ પહેરાવી ને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કરાવ્યો છે. મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને જયેશ રાદડિયાની હાજરીમાં જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ ગયા છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા જવાહર ચાવડા દ્વારા કોઇ જ પ્રકારની માગણી કરી નથી કે કોઈ બાકી નહિ પણ કહેવું નથી મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે કેમ તેની મને ખબર નથી આ વિષય પ્રદેશ નેતાગીરી અને હાઈ કમાન્ડ નો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ થી આકર્ષાઈને ચાવડા ભાજપમાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, તેવું લાગે છે કે તેમના મત વિસ્તાર ની અવગણના થતી હતી ભાજપમાં જોડાઈને તેઓ પોતાના મતવિસ્તારની વધુ સારી રીતે સેવા કરી શકશે અલ્પેશ ઠાકોર કે અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જ જોડાવાના છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ભાજપના નેતાઓએ કહ્યું હતું કે જે કોઈને ભાજપમાં આવવું હોય તેનું સ્વાગત છે.