સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ મેસેજ, વીડિયો અને ફોટો શેર કરવા માટે થાય તે સામાન્ય વાત છે. પરંતુ ટુંક સમયમાં વોટ્સએપના માધ્યમથી લોકો પેમેન્ટ પણ કરી શકશે. જી હાં ચર્ચાઓ છે કે વોટ્સએપમાં ટુંક સમયમાં પેમેન્ટ ફીચર એક્ટિવ થઈ જશે. આ ફીચર સૌથી પહેલા મેક્સિકો, બ્રાઝીલ અને યૂકેમાં લોન્ચ થશે. આ સર્વિસને ગત વર્ષે જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તે રેગ્યુલેટરી માપદંડોના કારણે બીટા ફેઝમાં છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ પહેલીવાર સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વોટ્સએપ ટુંક સમયમાં પેમેન્ટ ફીચરનો વિસ્તાર કરશે.
વોટ્સએપ પેમેન્ટ ફીચર યૂપીઆઈની મદદથી ભારતમાં નાણા ચુકવવાની સુવિધા પ્રદાન કરશે. પરંતુ આ સર્વિસ ભારતની એક્સક્યૂસિવ સર્વિસ હશે, તેનો ઉપયોગ અન્ય દેશોમાં નહીં થઈ શકે. સંભાવના છે કે વોટ્સએપ પે અન્ય દેશોમાં સૈમસંગ પે અને એપલ પેની જેમ કામ કરે. જેમાં યૂઝર્સ ક્રેડિટ અથવા ડેબિડ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકે છે. આ અંગે મળતી જાણકારી અનુસાર વોટ્સએપએ એંડ્રોયડ વર્ઝન માટે એપનું બીટા વર્ઝન રજૂ કર્યું છે. વોટ્સએપ બીટા વર્ઝનમાં આ એપ બ્રાઉઝરને જોડવામાં આવ્યું છે. જો કે આ ફીચર હાલના તબ્બકે ઉપલબ્ધ નહીં થાય.