જો તમે હોળીની ખરીદી માટે કેશ ઉપાડવા અથવા તો અન્ય કોઇ જરૂરી કામ માટે બેન્ક જવાનું વિચારી રહ્યાં હોય તો તમારી પાસે ફક્ત કાલનો એટલે કે મંગળવારનો જ દિવસ છે. તે બાદ હોળીની રજાઓના લીદે બેન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે. આ દરમિયાન એટીએમમાં પણ રોકડની તંગી થઇ શકે છે. જો કે વચ્ચે એક દિવસ માટે બેન્ક ખુલશે પરંતુ બે દિવસની રજાઓ બાદ બેન્ક ખુલતાં ભારે ભીડ રહેશે.
જો કે ચાર દિવસોમાં બેન્કોની રજાઓ અલગ-અલગ રાજ્યોના હિસાબે અલગ-અલગ હશે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે તમારા રાજ્યમા આગામી 4-5 દિવસ સુધી બેન્કો બંધ રહેશે કે નહી.
20 અને 21 માર્ચે હોળીની રજા
20મી માર્ચ (બુધવાર)ના રોજ હોળીને કારણે દહેરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચીમાં રજા રહેશે. 21મી માર્ચના રોજ ધૂળેટી છે એટલે કે ગુરુવારે મોટા ભાગના રાજ્યમાં બેંકમાં રજા રહેશે.
25 માર્ચે ખુલશે બેન્ક
22મી માર્ચના રોજ શુક્રવારે બિહાર ડે છે, આ કારણે બિહારમાં બેંકોમાં રજા રહેશે. 23મી માર્ચના રોજ ચોથો શનિવાર હોવાને કારણે અને 24મી માર્ચના રોજ રવિવારે હોવાથી બેંક બંધ રહેશે. આથી 21થી લઈને 24મી માર્ચ સુધી રજા રહેશે.