સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસમાં ફરીથી જેલમાં બંધ છે ત્યારે તેણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અગાઉ તેને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા. પણ તેણે શરતોનો ભંગ કર્યો હતો.
સુરતમાં એક પોલીસ જવાન સાથે માથાકૂટ કરી હતી અને અશાંતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સુરત પોલીસે તેના જામીન રદ કર્યા હતા. ત્યારે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે પોલીસે તેને ઝડપીને જેલહવાલે કર્યો છે. ત્યારે હવે ફરીથી અલ્પેશે જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી છે.