Narmada river: રેવા નદીનું પતન નોતરતા રેતી અને રાજકીય માફિયા
નર્મદા નદી હવે મોતનો દરિયો બની ગઈ
ભરૂચ
Narmada river: ભરૂચના શુકલતીર્થ પાસે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી કાઢી લેવાથી ખાડામાં ચાર લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. ભરૂચની પૂર્વ પટ્ટીના તવરાથી ઝનોર સુધીના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં અને તેની સામેના ઝગડિયા તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારો ખોદી કાઢવામાં આવ્યા છે.
Narmada river 1300 કિલોમીટરની નર્મદા નદીમાં બીજી 20 નદીઓ ભળે છે. જે રેતી લાવે છે. ભરૂચમાં ડાયમંડ વેપારી સવજી ધોળકિયા દ્રારા નર્મદા નદીમાં રસ્તો બનાવીને નર્મદા નદીનો પ્રવાહ રોકી દીધો હતો.
ચાણોદ-પોઇચા ગામ વચ્ચે નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળે બેટ ખોદી કાઢવામાં આવ્યો હતો.
Narmada river શુક્લતીર્થમાં કાર્તકી પુનમનો મેળો ચાલી રહેલો છે. 12 ડિસેમ્બર 2024થી 5 દિવસના મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવે છે.
નર્મદા નદીના કિનારે ધાર્મિક વિધિ કરવા અને સ્નાન કરવા આવે છે.
નર્મદા નદી કાંઠાનો કેટલોક વિસ્તાર સી.આર.ઝેડ.માં આવે છે. નદીના વહેણમાંથી ડ્રેજીંગ મશીનો વડે રેત કાઢી લેવાથી ઊંડા ખાડા થઈ ગયા છે. ભાડભૂતથી રાજપારડી સુધીના 40 કિલોમીટરની નદી ખોદી કાઢી છે.
રેતી કાઢવાથી નર્મદા નદીની ફીલ્ટર સિસ્ટમનો નાશ થઈ રહેલો છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ડુબવાના કારણે અને માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજેલા છે.
મોતના જવાબદાર ફક્ત રેત ખાણ માફીયાઓ જ નથી પણ તેઓની સાથે વહીવટીતંત્ર અને પોલીસતંત્ર પણ છે.
ખાડામાં બે દિવસ પહેલાં એક વ્યક્તિ અને 15 નવેમ્બર 2024ના રોજ ત્રણ લોકો ડુબી ગયેલા છે. બે વ્યક્તિના મૃતદેહ મળ્યા છે, જ્યારે એક વ્યક્તિનો દેહ 15મીએ મળ્યો ન હતો. મૃત્યુ પામેલા ત્રણેય ભરૂચના વેજલપુર વિસ્તારના જ છે.
ગેરકાયદેસર રેત ખનન પ્સામે ઘણી ફરીયાદો થઈ હતી. ભજપના ભરૂચના સાસંદ મનસુખ વસાવાએ હપ્તા લેવામાં રાજકીય આગેવાનોની ભાગીદારી છે.
ખાણ ખનીજના કાયદાની જોગવાઈઓ અને નિયમો, બી.એન.એસ.ની જોગવાઈઓ મુજબ મળતી તેઓની સત્ત્તાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ખનીજ પ્રવૃતિને બંધ કરાવી શકે તેમ નથી. તેથી ખાણ ખનીજ કચેરીને બંધ કરી દેવાની જરૂર છે. નહીં તો જનતા રેડ કરાશે.
મે 2024માં 7 લોકોના ડૂબવા પાછળ રેતી માફિયા જવાબદાર હતાં.
બી.એન.એસ. કલમ- 106 સહિતના ગુનાની એફ.આઈ.આર. દાખલ કરવાની માંગણી છે. લીઝ રોયલ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરાઇ રહ્યુ છે.
ખનીજ અધિકારીઓ, પોલીસ અને રાજકીય નેતાઓની ભાગીદારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સી.આર.ઝેડ. ના વાયોલન્સ કરવા બદલ એફ.આઇ.આર. નોંધવાની માંગણી કમલેશ એસ.મઢીવાલાએ કરી હતી. જીપીએસ દ્વારા લીઝની જગ્યા એજ ખનન થાય છે કે કેમ તેની તપાસ થતી નથી.
7 ફેબુ્રઆરી 2023ના રોજ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ફરિયાદ કરી હતી કે, ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નર્મદા નદીના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે. નારેશ્વરની નજીક લિલોડ ગામ થતાં ઓઝ ગામના સામેના કાંઠા સુધી મોટા રેતીના પાળા બનાવ્યા છે. નદીનો પ્રવાહ રોકાઈ જાય છે. 5 મીટર સુધી ઊંડાઈએથી રેતી કાઢવાની મંજુરી છતાં માફીયાઓ 25 થી 30 મીટર સુધી રેતી કાઢે છે. મોટાભાગના આ રાજકીય મોટા માથાઓ આ પ્રકારનું ગેરકાનૂની કાર્ય કરે છે.
ઇન્દોર ગામના દશરથ ઠાકોર પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. કરજણના ભાજપના ધારાસભ્યનો પુત્ર અક્ષય પટેલ નદીમાં જેમ ફાવે તેમ રેતી ખોદાવતો હતો.
2019માં ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી અધ્યક્ષ મહેશ વસાવા અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ બહાદુર વસાવાએ રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા સરકાર પાસે માંગ કરી, આંદોલનની ચીમકી પણ આપી હતી.
ત્રણ જિલ્લાઓમાંથી 161 કી.મી.ની નર્મદા નદી પસાર થઈ અરબી સમુદ્રમાં ખંભાતના અખાતને મળે છે.
2017થી નર્મદા બંધના દરવાજા બંધ થયા 1500 ક્યુસેક પાણી છોડવામાં આવતું નથી. ત્યારથી રેતી ચોરી વધી છે. 161 કી.મી. ની નર્મદા નદીનો ખૂબ જ ઝડપથી વિનાશ થઇ રહ્યો છે. ઘણાં બધાં બેટ બની ગયા છે.
માફિયાઓએ રેતી કાઢવા નદીમાં પાકા પુલ બનાવી દીધા છે, જેને લીધે નર્મદા નદીની ઇક્કો સિસ્ટમનો ખુબ ઝડપી વિનાશ થઈ રહેલો છે. ધાર્મિક સ્થળો વેરાન થવા લાગેલા છે. હોડી ઘાટો બંધ થઇ ગયા છે.
દરિયાના ખારા પાણી નર્મદા નદીમાં 50 થી 60 કી.મી. અંદર પ્રવેશી જાય છે. જેમાં દહેજ, વિલાયત, શાયખા ની GIDC,NCTL, SEZ, શરહેરી ગટર, ઝઘડીયાની નર્મદા ક્લીન ટેક લી. અને PCPIRના કારખાનાનું ઝેરી કેમિકલ રેતીમા આવે છે. જોખમી ધાતુ ભળેલી રેતીથી મકાનો અને પ્રોજેકટ બની છે. જે આરોગ્ય માટે ખતરો છે.
161 કી.મી.ની નદીના કિનારે ખેતરોને અસર થઈ છે.
હિલસા માછલીનો ઘટાડો થયેલો છે.
નદીમાં આવેલા ટાપુઓ જેમાં કબીરવડ, ગોવાલી-ઉચેડિયા બેટ, તવરા બેટ, ધંતુરિયા બેટ, આલિયાબેટ અને બીજા બેટ પર વસવાટ કરતા પશુ પક્ષીઓનું અને વન્ય જીવશ્રુષ્ટિ જોખમમાં મુકાઈ ગયેલી છે.
આલિયાબેટનો દક્ષીણ કિનારો સદંતર બંધ થઇ ગયો છે. જ્યારે ધંતુરિયા બેટ, કબીરવડ બેટના દક્ષીણ કિનારા અને ગોવાલી-ઉચેડિયા બેટ, તવરા બેટના ઉત્તર કિનારા માત્ર ભરતીના સમયે તથા ચોમાસાના સમયે જ ખુલ્લા થાય છે અને તે પણ ધીરેધીરે બંધ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે.
ગુજરાત મેરી ટાઈમ બોર્ડ અને દહેજ મુકામે કંપનીઓ તેમની જેટીઓ નજીક ડ્રેજિગ કરે છે, તેની નીકળેલી રેતી માફિયાઓ લઈ જાય છે.
સરદાર સરોવર ડેમના સંચાલકો, ઉદ્યોગપતિઓ, રેતી ખનન માફિયાઓ, દબાણદારો, નગરપાલિકાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ બધા ભેગા મળીને લોક માતા નર્મદા નદીનું અસ્તિત્વ ખતરામાં મૂકી દીધું છે.
નર્મદા નદીનું પાણી, પર્યાવરણ અને રેતી માફિયાઓથી રક્ષણ થાય તે માટે “ગુજરાત નર્મદા રિવર પ્રોટેકશન એકટ” બનાવવો અત્યંત જરૂરી છે.
ત્રણેય જિલ્લાના તમામ 17 ધારાસભ્યો ચૂપ કેમ છે ? વિધાનસભામાં રજુઆત કેમ કરતાં નથી ?