રાજ્યની આંગણવાડીમાં ભણતાં 28 લાખથી વધુ બાળકોના વાલીઓને આકર્ષવા ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી પહેલાં બાળકોને યુનિફોર્મ આપશે. આવનાર 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે
જોકે આ અંગે ગુજરાત સરકારે ઘણા લાંબા સમય પહેલાં જ જાહેરાત કરી હતી પણ લોકસભા ચૂંટણી નજીક આવતાં બાળકોના વાલીઓના મત અંકે કરવા ગુજરાતની ભાજપ સરકારે યુનિફોર્મ આપવાના પ્રોજેક્ટને તાત્કાલિક અમલ કરવાના આદેશ કર્યા છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ મિલિંદ ટોરવેન્સ કહ્યું કે ‘અમે ટેન્ડરથી નક્કી કરી રહ્યા છીએ દરેક બાળકને (શર્ટ, ચડ્ડી અને ફ્રોક ) અપાશે. અમને યુનિફોર્મની ડિઝાઈન નિફ્ટ સંસ્થા દ્વારા મળી છે. ’