Una: 60 વર્ષ જુની ભાડુતી મસ્જિદ ટ્રસ્ટની બે કરોડની મિલ્કત કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર ચાવી અર્પણ કરી
- ભાજપના નેતા ચંદુભાઈએ મસ્જિદની ભેટ આપી
- મસ્જિદમાં ભાડાના મકાનમાં દિવ્ય શક્તિના દર્શન કર્યાં
- ઉનાના ભાજપના પૂર્વ પ્રમુખએ માનવતા અને કોમી એકતા બતાવી
- ધાર્મિક સંસ્થાની રૂ. 2 કરોડની મિલ્કત પરત કરાતાં હિંદુ અને મુસ્લિમ ભાવવિભોર
- ઉના શહેરનાં મુખ્ય માર્ગ પરની મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી શકાલા મસ્જિદ 60 વર્ષ પછી પરત કરતાં કોમી એકતા બતાવી હતી.
Una: મસ્જિદની જમીન પરના મકાનમાં ઊનાના વેપારી આગેવાન સ્વ. પોપટલાલ કોટેચાએ સામાન્ય દરે ભાડે રાખીને જનતા તેલ મીલ ચલાવતાં હતાં. વારસાઈ દરજ્જે શકાલા મસ્જિદ ટ્રસ્ટ ની મિલ્કત ભાડુઆત તરીકે 60 વર્ષ પહેલાં રાખી હતી.
Una પોપટલાલના પુત્ર અને ભાજપનાં ઉના શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ પીપલ્સ બેંકનાં પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેચાએ કોઈ અપેક્ષા વગર શકાલા મસ્જિદ ટ્રસ્ટને સોંપી હતી.
ટ્રસ્ટના પ્રમુખ અને આગેવાનો તેમજ મુસ્લિમ સમાજ પંચનાં તમામ આગેવાનોને પોતાની કચેરીએ બોલાવી સામેથી ચાવી સોંપી હતી. મિલકતનો કબ્જો પરત સોંપતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ભાવવિભોર બન્યા હતા.
ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પોપટલાલ કોટેચા અને તેમના કુટુંબે આ જગ્યા પર કોઈ સારૂં કાર્ય થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ધાર્મિક ટ્રસ્ટની મિલ્કત કોઈ પણ જાતનાં વળતરની અપેક્ષા રાખ્યા વગર આપી છે. સરતો કે બંધન રાખ્યા વગર પ્રેરણાદાયી બનવા નિર્ણય કર્યો હતો.
ભાજપનાં ગીરગઢડા તાલુકાનાં અગ્રણી અશ્વિન આણદાણી તેમજ મિત્રોએ પ્રેરણા આપી હતી.
શકાલા મસ્જિદ ટ્રસ્ટનાં પ્રમુખ એડવોકેટ જાવીદ પઠાણ તેમજ મુસ્લિમ સમાજનાં પંચનાં અગ્રણી હાજી ઈકબાલ ભિસતિ, સાજીદ કુરેશી, અમીન કુરેશી પૂર્વ તલાટી મંત્રી, માસુમ કાશમાણી, નગરપાલિકાનાં સભ્ય અને મુસ્લિમ સમાજના અગ્રણી દાદા બાપુ શેખ, પીર સૈયદ હશનૈન બાપુ રઝઝાકી વેપારી અગ્રણી અબ્બાસ સુમરાણી, ઈલ્યાસ નોબલ, જહાંગીર બ્લોચ અશ્વિન આણદાણી, પેટ્રોલ પંપનાં માલિક અશોક કોટેચા પૂર્વ તલાટી મંત્રી ખાનભાઈ, મુનિર કુરેશી સહિતનાં આગેવાનોને ગીરગઢડા રોડ ખાતે આવેલી ચંદુ કોટેચાની મિલ ખાતે મિલ્કત પરત કરી ચાવી સોંપી હતી.
ઉદારતા બતાવી તે બદલ આભાર માન્યો હતો. માનવતા અને એકતા એ જ સાચો ધર્મ હોવાની લાગણી વ્યક્ત કરી હતી