PNB કૌભાંડનાં આરોપી નીરવ મોદીની આખરે લંડનમાંથી ધરપકડ કરાઈ હતી.. લંડન પોલીસે ભાગેડું નીરવ મોદીની ધરપકડ કરી લીધી હતી. મહત્વનું છે કે નીરવ મોદી સામે લુકઆઉટ નોટીસ પણ જાહેર કરાઇ હતી. નિરવ મોદીને 3:30 કલાકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વેસ્ટમિંસ્ટર કોર્ટમાં નીરવ મોદીને રજૂ કરાયા બાદ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે નીરવ મોદીએ 13 હજાર 500 કરોડનું કૌભાંડ કર્યુ હતું
ઉલ્લેખનીય છે કે PNB સાથે રૂ. 13 હજાર 500 કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થયેલો આરોપી નિરવ મોદી અગાઉ લંડનમાં જોવાં મળ્યો હતો. ફરાર થયાં બાદ પહેલી વાર નિરવ મોદી લંડનમાં જોવાં મળ્યો હતો. જો કે ભારત પરત આવવાનાં મુદ્દે નિરવ મોદીએ મૌન સેવ્યું હતું.