કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરની મુલાકાતે છે. જ્યાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસ 26 માંથી 16 બેઠકો પર જીતશે તેવો દાવો કર્યો છે. હાર્દિકે જામનગર જિલ્લા-કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનો સાથે બેઠક કરી હતી. તેણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપમાં ડર છે અને આથી જ પોતાના ઉમેદવારો જાહેર કરતા નથી. હાર્દિકે કહ્યું કે જો તે ઉમેદવાર તરીકે આવશે તો દોઢ લાખ મતથી જીતશે. છેલ્લા 28 વર્ષથી ભાજપ સરકારે દ્વારકા અને જામનગરને પીવાનું પાણી પણ પહોંચ્યું ન હોવાનો આક્ષેપ હાર્દિકે લગાવ્યો છે.
