અમદાવાદમાં ફરી ગેગરેપની ઘટા બનવા પામી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં એક યુવતિ સાથે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે..પોલીસના કહેવા પ્રમાણે યુવતિની સ્થિતી હાલ સારી નથી જેથી પ્રાથમિક નિવેદન લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં એક યુવતિએ પોતાની ઉપર બનેલ ઘટના વિષે જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે તેની સાથે વારવાંર ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને જેની પહેલા તેને કેફી પીણુ પિવડાવી બેહોશ કરી દેવામાં આવતુ હતુ. મળતી માહિતી પ્રમાણે યુવતિ શહેરની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને જેમાં તેને એટીકેટી આવતા તે ફોર્મ ભરવા ગઈ હતી ત્યારે એક યુવકે તેને એટીકેટીમાં પાસ કરી દેવાની ખાતરી આપી તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યાર બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
નોંધનીય છે કે એક યુવકે પહેલા આ યુવતિ સાથે બળાત્કાર કર્યો ત્યાર બાદ બીજા ત્રણ યુવકો આ યુવતિને એટીકેટીમાં પાસ કરાવી દેવાની વાત કરી તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ ગેંગ રેપ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, યુવતિને ગર્ભવતી પણ બનાવી દીધી હતી, જેથી યુવતિ હાલ શારિરીક અને માનષિક રીતે અસ્વસ્થ છે અને હાલ હોસ્પીટલમાં સારવાર લઈ રહી છે.
પોલીસનુ કહેવુ છે કે, એક આરોપીનુ નામ અને સરનામુ મળી ગયુ છે ત્યારે અન્ય ત્રણ આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પોલીસ આરોપીઓની ક્યારે ધરપકડ કરે છે અને આ ઘટનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ.