વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિયો કોન્ફરન્સીંગ દ્વારા 25 લાખ ચોકીદારો સાથે સીધો સંવાદ કર્યો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત હોળીની શુભકાના આપીને કરી. તેમણે કોંગ્રેસના ‘ચોકીદાર ચોર હૈ’ પર વળતોપ્રહાર કરતા કહ્યું કે, હું ચોર કહેવા પર દરેક ચોકીદારની માફી માંગુ છું.
તેમણે કહ્યું, કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે કંઇ પણ વિચાર્યા વગર અપશબ્દો શરૂ કરી દીધા અને ચોકીદારને ચોર કહી દીધું. તેમણે વધુમાં કહ્યું, ચોકીદારની તપસ્યા સામે પ્રશ્નાર્થ ઊભા કરી દીધો. આજે ચોકીદાર શબ્દ દેશભક્તિનો પર્યાય બની ગયો છે. કામદારોનું અપમાન કરવું નામદારોની આદત છે. હું ગાળોને ઘરેણું બનાવી લઉં છું.
પોતાના સંવાદ દરમિયાન તેમણે કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા હતા. તેમજ આ સિવાય સરકારની યોજનાઓ ગણાવી અને પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો.