મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાનું કામ ચુપચાપ કરવામા વિશ્વાસ ધરાવે છે અને ઘણીવાર તેની આ ચુપકીદીનો ખોટો અર્થ કાઢવામાં આવે છે. ધોની કદી પોતાના હાવભાવ દ્વારા પોતાની લાગણીઓ જાહેર થવા દેતો નથી અને તેનું માનવું છે કે આ કારણે જ લોકો તેને ઍવું કદી નથી પુછતાં કે ૨૦૧૩ના આઇપીઍલ સ્પોટ ફિક્સીંગ મામલે તેણે બિનપાયેદાર આરોપનો સામનો કેવી રીતે કર્યો. બે વારના વર્લ્ડકપ વિજેતા કેપ્ટને ‘રોર ઓફ ધ લાયન’ ડોક્યુડ્રામામાં આ મુદ્દે પોતાની ચુપકીદી તોડી હતી.
ધોનીઍ કહ્યું હતું કે ૨૦૧૩ મારા જીવનના સૌથી આકરા સમયમાંથી ઍક હતો, હું કદી ઍટલો હતાશ નથી થયો જેટલો તે સમયે હતો.તેણે કહ્યું હતું કે લોકોને લાગે છે કે તમે ખુબ મજબૂત છો અને તેથી તેઓ પુછતા જ નથી કે તમે કેવા છો. મેં આ બાબતનો સામનો પણ ઍ રીતે જ કર્યો. હું આ બાબતે અન્યો સાથે વાત કરવા માગતો નહોતો. પણ અંદરો અંદર મને ઍ વાત ખુંચતી રહેતી. હું નહોતો ઇચ્છતો કે કોઇપણ વાતની અસર મારી રમત પર પડે. મારા માટે ક્રિકેટ સૌથી મહત્વનું છે. આઇપીઍલ ૨૦૧૩ મેચ ફિક્સીંગ પ્રકરણને પોતાના જીવનનો સૌથી આકરો અને નિરાશાજનક સમય ગણાવતા ધોનીઍ સવાલ કર્યો હતો કે ખેલાડીઓનો વાંક શું હતો.
