ભાજપ આજ બપોર સુધીમાં ગુજરાતના ઉમેદવારોની જાહેરાત કરે એવી શક્યતા વર્તાઈ રહી છે. નવી દિલ્હી ખાતે ગત મોડી રાત સુધી ચાલેલા ભાજપની ચૂંટણી સમિતી બેઠકમાં ગુજરાતના મૂરતિયાઓ પર મંથન થયુ છે. અને આજે બપોર સુધીમાં ભાજપ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતા છે.

પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં બેઠકમાં ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ઝારખંડના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી.