નોટબંધી બાદ દેશ ડિજિટલાઈજેશન તરફ પ્રચંડ ગતિથી આગળ વધી રહ્યો છે. આજે મોટાભાગના પૈસાની લેવડ-દેવડ ઑનલાઈન માધ્યમથી થઈ રહી છે. એવામાં ઑનલાઈન બેંકિંગ ફ્રોડ મામલો પણ ઝડપથી વધી રહ્યો છે. એચડીએફસી બેંકે પોતાના ગ્રાહકોને ઑનલાઈન ટ્રાન્જેક્શનને લઇને એલર્ટ જાહેર કર્યુ છે.
એચડીએફસી બેંકે પોતાના ગ્રાહકોને SMS મોકલીને સાવધાન કર્યા છે. એચડીએફસી બેંકે ગ્રાહકોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે ભૂલથી પણ પોતાના મોબાઈલમાં એનીડેસક નામની એપ ડાઉનલોડ કરશો નહીં. જો તમે આ એપને ડાઉનલોડ કરો છો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે.
બેંકે જણાવ્યું, અમને જાણવા મળ્યું છે કે યૂપીઆઈ પ્લેટફોર્મ પર અમૂક છેતરપિંડીવાળી લેવડ-દેવડ થઇ છે. ઠગ આ એપની મદદથી વિક્ટિમને મોબાઈલ ડિવાઈસ પર દૂરથી જ એક્સેસ કરીને બેંકિંગ ટ્રાન્જેક્શન કરી શકે છે. એચડીએફસી બેંકે ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે અમૂક વિકલ્પો જણાવ્યા છે, જેને ધ્યાનમાં રાખીશું તો તમે કોઈ પણ બેંક ફ્રોડથી છેતરપિંડીથી બચી શકો છો.
- જો આ એપ તમારા ફોનમાં ભૂલમાંથી ડાઉનલોડ થઇ છે તો તાત્કાલિક રીતે તેને ડિલીટ કરી દો.
- પેમેન્ટ અને મોબાઈલ બેંકિંગની એપને લૉક ફીચર અનેબલ કરીને રાખો. અજ્ઞાત કોલરની જાહેરાત અને એસએમએસને આગળ ના વધારો.
- શંકાસ્પદ કૉલને તાત્કાલિક કાપી નાખો.
- સર્ચ એન્જિન પર મળેલી કસ્ટમર સર્વિસ નંબર ફ્રોડ થઈ શકે છે, તેના પર ભરોસો ના કરવો.
- કોઈ કૉલર અથવા વ્યક્તિથી પોતાનુ બેકિંગ પાસવર્ડ શેર ના કરો અને તેમના ફોનમાં સેવ ના કરો.