ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડશે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી. જો વરસાદ સારો રહેશે તો, ખેડૂતોને સૌથી મોટી રાહત રહેશે
આ વર્ષે દેશમાં જબરદસ્ત વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે અલનીનોને લઈ દુનિયાભરની એજન્સીઓની આશંકાને ફગાવી દીધી છે. આ પહેલા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોની હવામાન એજન્સીઓ સહિત ભારતમાં સ્કાઈમેટે પણ ચોમાસાની ચાલ પર અલનીનોની અસરની આશંકા વ્યક્ત કરી હતી.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક કે. જે. રમેશે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, આ વર્ષે સારો વરસાદ થઈ શકે છે. જોકે, તેમણે એ પણ કહ્યું છે કે, હાલમાં ચોમાસાની પેટર્ન વિશે બોલવું ઉતાવળ કહેવાય. પરંતુ અલનીનોના મુદ્દા પર તેમણે કહ્યું કે, કોઈ પણ હજુ મજબૂત અલનીનોની વાત નથી કરી રહ્યું. પ્રશ્ન એ છે કે, શું પરિસ્થિતિ ફરીથી બદલાવા લાગી છે.