નવી દિલ્હી : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના બાકીના સભ્યો દ્વારા વર્લ્ડકપ દરમિયાન પત્નીને સાથે રાખવા દેવાની માગણીને બીસીસીઆઇ દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી છે. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી દ્વારા મુકાયેલા આ મુદ્દા પર તેમણે વિચારણા કરીને નિર્ણય લેવાની વાત કરી હતી, હવે તેમણે એ વિનંતી સ્વીકારી લીધી છે.
ખેલાડીઓનું ઍવું માનવું છે કે વધુ પ્રેશરવાળી મેચ કે ટુર્નામેન્ટ દરમિયાન પત્ની કે પરિવારના સભ્ય સાથે હોવાથી તેમને ફાયદો થાય છે. વિરાટે તો જાહેરમાં ઍવું સ્વીકાર્યુ છે કે અનુષ્કા તેની સાથે હોય તો તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ મળે છે. બીસીસીઆઇઍ હાલમાં જે મંજૂરી આપી છે તે અનુસાર વર્લ્ડકપમાં ખેલાડીઅો ઇંગ્લેન્ડ પહોંચે તેના ૧૫ દિવસ પછી પત્ની કે પરિવારના સભ્યો કે પછી મિત્રોને તેઅો પોતાની સાથે રાખી શકશે.
વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયા 22મી મેના રોજ ઇંગ્લેન્ડ જવા રવાના થશે. ત્યારે બીસીસીઆઇની શરતને ધ્યાને લેતા ભારતીય ટીમ પાંચમી જૂને દક્ષિણ આફિકા સામેની મેચ રમશે તે પછી ખેલાડીની પત્ની કે પરિવારનું કોઇ સભ્ય કે મિત્ર તેમની સાથે જાડાઇ શકશે. આ સાથે ઍક શરત ઍવી પણ છે કે જા ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે તો ખેલાડીની પત્ની કે પરિવારના સભ્યોઍ ભારત પરત ફરવું પડશે.
