નવી દિલ્હી : ભારતીય ક્રિકેટનું સંચાલન કરતી વહીવટદારોની સમિતિ (સીઓઍ)ઍ ગુરૂવારે કહ્યું હતું કે નવા નિમાયેલા લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન બીસીસીઆઇના કાર્યકારી ઍઅથિક્સ ઓફિસર તરીકેની જવાબદારી પણ સંભાળશે. સીઓઍ દ્વારા 28 ઓક્ટોબર 2018ના દિવસે દાખલ કરાયેલા પોતાના 10માં સ્ટેટસ રિપોર્ટમાં સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી હતી કે હિતોના ટકરાવને ધ્યાને લઇને લોકપાલ ઉપરાંત ઍક ઍથિક્સ ઓફિસરની પણ નિમણૂંક કરે.
સીઓઍઍ કહ્યું છે કે બીસીસીઆઇના લોકપાલ જસ્ટિસ ડીકે જૈન લોકપાલ અધિકારી તરીકે પોતાની સેવા ઉપરાંત કાર્યકારી અથિક્સ અધિકારી તરીકેની ભૂમિકા પણ ભજવશે. જ્યાં સુધી આ પદ પર નવા ઍથિક્સ ઓફિસરની નિમણૂંક ન થાય ત્યાં સુધી તેઓ આ જવાબદારી વહન કરશે. ત્રણ સભ્ય ધરાવતી વહીવટદારોની સમિતિઍ ૧૨મી માર્ચે જસ્ટિસ જૈનને વિનંતી કરી હતી કે ઍથિક્સ ઓફિસરની નિમણૂંક થાય ત્યાં સુધી તેઓ આ જવાબદારી સંભાળે. તેઓ તેના માટે તૈયાર થયા હતા.
