હૈદરાબાદ : શુક્રવારે આઇપીઍલની ૧૨મી સિઝનની ૮મી મેચમાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનની સદી અને કેપ્ટન રહાણે સાથેની તેની ૧૧૯ રનની ભાગીદારીના પ્રતાપે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકેલા ૧૯૯ રનના વિજય લક્ષ્યાંકને ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો અને વિજય શંકરની ફટકાબાજીને કારણે સનરાઇઝર્સે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો.
૧૯૯ રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સને વોર્નર અને બેયરસ્ટોઍ પ્રથમ ૯ ઓવરમાં જ ૧૦૦થી વધુ રન કરીને રાજસ્થાનને બેકફૂટ પર મુકી દીધું હતું, ૧૧૦ રનના સ્કોર પર વોર્નર અંગત ૬૯ રન કરીને આઉટ થયો તે પછી બેયરસ્ટો પણ અંગત ૪૫ રને આઉટ થયો હતો જો કે તેપછી વિલિયમ્સન સાથે જોડાયેલા વિજય શંકરે ૧૫ બોલમાં ૩૫ રનની ઇનિંગ રમીને ટીમને વિજયની નજીક મુકી હતી. બાકીનું કામ યુસુફ પઠાણ અને રાશિદ ખાને પુરૂ કર્યુ હતું.
આ પહેલા ટોસ જીતીને રહાણેઍ બેટિંગનો નિર્ણય કર્યા પછી ચોથી અોવરમાં જ જોસ બટલર આઉટ થયો હતો. તે પછી રહાણે અને સેમસને પાવરપ્લેમાં ધીમી બેટિંગ કરી હતી, જા કે તે પછી બંનેઍ ફટકાબાજી શરૂ કરી હતી અને ૧૦ ઓવરમાં સ્કોર ૧ વિકેટે ૭૫ પર પહોંચાડ્યો હતો. બંનેઍ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૯ રન જાડ્યા હતા. રહાણઍ ૪૯ બોલની પોતાની ઇનિંગમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સેમસને ૫૫ બોલમાં ૧૦૨ રનની નોટઆઉટ ઇનિંગ રમી હાલની આઇપીઍલની પહેલી સદી ફટકારી હતી. રાજસ્થાને અંતિમ ૧૦ અોવરમાં માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૨૩ રન કર્યા હતા. બેન સ્ટોક્સ ૯ બોલમાં ૧૬ ર કરીને નોટઆઉટ રહ્યો હતો. સનરાઇઝર્સ વતી રાશિદ ખાન અને શાહબાઝ નદીમને ૧-૧ વિકેટ મળી હતી.