ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કોળી સમાજના આગેવાના શ્યામજી ચૌહાણ વિધીવત રીતે ભાજપમાં જોડાયા છે. ચોટીલા વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહી આપતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ હવે ફરીથી ભાજપમાં ઘરવાપસી થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. તેમની સાથે જિલ્લા પંચાયતના પાંચ સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. જેથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોંગ્રેસ ધ્વસ્ત થઈ છે. સીએમે દાવો કર્યો કે અનેક કોળી નેતાઓએ ભાજપ જોડાઈને ભાજપની તાકાતમાં વધારો કર્યો છે.
