મોહાલી : મોહાલીમાં રમાયેલી મેચમાં કે ઍલ રાહુલના શાનદાર ૭૧ રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇને ૮ વિકેટથી હાર આપી હતી. આઈપીઍલની ૧૨મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની ત્રણ મેચમાં આ બીજી હાર હતી.
મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા ૧૭૬ રન કર્યા પછી પંજાબ ટીમને ૮-બોલ બાકી રહેતા જ મેચ પોતાના નામે કરી લીધી હતી. કે ઍલ ઍલ રાહુલ, ૫૭ બોલમાં ૭૧ રન, ક્રિસ ગેઇલના ૨૪ બોલમાં ૪૦ રન અને મયંક અગ્રવાલ ૨૧ બોલમાં ૪૩ રન બનાવ્યાં અને ડેવિડ મિલરે ૧૫ રન બનાવ્યા હતા.
ગેલે ૨૪ બોલમાં ૪૦ રન કર્યા. ગૈલે ૪૦ રન શરૂઆતમાં ૪ છગ્ગા અને ત્રણ ચોક્કા ફટકાર્યા હતા. કૃણાલ પંડ્યાની બોલને બાઉન્ડ્રી બહાર નાખવાના પ્રયત્નમાં તે હાર્દિક પંડ્યા દ્વારા સીમારેખા પર કેચ આઉટ થયો હતો. પંજાબને ૧૪ મી ઓવરમાં બીજો ફટકો મળ્યો. જોખમી દેખાતા મયંક અગ્રવાલ દ્વારા ઇનિંગમાં ૪૩ રન ફટકારવામાં આવ્યા હતા. અગ્રવાલ ૨૧ બોલમાં બે છગ્ગા અને ૪ ચોગ્ગા ફટકાર્યા બાદ તે કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો.
મોહાલીમાં આઇઍસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શનિવારે આઇપીઍલની ૧૨ મી આવૃત્તિમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની પહેલી ઇનિંગમાં મુંબઇ ઇન્ડિયન્સે ૧૭૬ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા મુંબઇની ટીમે ૨૦ ઓવર રમીને પંજાબને ૧૭૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઓપનર રોહિત શર્મા (૩૨) અને ક્વિન્ટન ડેકૉકે મુંબઈને ઍક સરસ શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે ૫૧ રન ઉમેર્યા. સૂર્યકુમાર યાદવ પણ લાંબા સમય સુધી ક્રીઝ પર ઊભા રહી શક્યા નહીં. ૧૧ મી ઓવરમાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિન દ્વારા તેને આઉટ કરવામા આવ્યો હતો.
અહીંથી ડી કોક અને અનુભવી યુવરાજ સિંહ (૧૮) સાથે મુંબઈની ઇનિંગ આગળ વધારી હતી જા કે, ફાસ્ટ બોલર મોહમ્મદ શામીઍ બંને વચ્ચે ૫૮ રનની ભાગીદારી તોડીને ડીકોકને આઉટ કર્યો હતો. ડી કોકે ૩૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૬૦ રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકન બેટ્સમેનની વિદાય પછી યુવરાજની કુલ સ્કોરમાં ૬ રન ઉમેરીને અશ્વિનનો શિકાર બન્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના ઑફ-સ્પિનર કિરોન પોલાર્ડને સાત રનના વ્યક્તિગત સ્કોર પર ઍન્ડ્રુ ટાય દ્વારા આઉટ કરી દેવામાં આવ્યો હતો. આ પછી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ક્રોનાલ પાંડ્યાઍ ટીમની ઇનિંગની આગેવાની લીધી. બંનેઍ ઝડપી રન બનાવવાની કોશિશ કરતા કૃણાલે પણ તેની વિકેટ ગુમાવી હતી.
