હૈદરાબાદ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની અહીં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અોપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની જાડીઍ આઇપીઍલના ઇતિહાસની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ જોડીઍ 2017માં કોલકાતા નાઇટ રાઇડર્સના ગૌતમ ગંભીર અને ક્રિસ લીનની જોડીઍ બનાવેલો 184 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.
વોર્નર અને બેયરસ્ટોની જોડીઍ આજે 185 રનની ભાગીદારી કરી હતી. તેમણે ગંભીર અને લીને મળીને 2017માં ગુજરાત લાયન્સ સામે બનાવેલો 184 રનની ભાગીદારીનો રેકોર્ડ માત્ર 1 રનથી તોડ્યો હતો. આ બંનેઍ સદી ફટકારતા આઇપીઍલના ઇતિહાસમાં માત્ર બીજીવાર ઍવું બન્યું છે કે જેમાં ઍક જ ઇનિંગમાં બે ખેલાડીઓએ સદી ફટકારી હોય. આ પહેલા વિરાટ કોહલી અને ઍબી ડિ વિલિયર્સે ૨૦૧૬માં ગુજરાત લાયન્સ સામે ઍક જ દાવમાં સદી ફટકારી હતી.
આઇપીઍલની સર્વાધિક રનની ભાગીદારી
જોડી ટીમ વિરોધી ટીમ ભાગીદારી વર્ષ
વોર્નર-બેયરસ્ટો સનરાઇઝર્સ આરસીબી 185 2019
ગંભીર-ક્રિસ લીન કેકેઆર ગુજરાત લાયન્સ 184 2017
ક્રિસ લીન–દિલશાન આરસીબી પુણે વોરિયર્સ 167 2013
સચિન-સ્મીથ મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન 163 2012