Akay: વિરાટ કોહલી-અનુષ્કા શર્માના પુત્ર અકાયે ગૂગલ પર રચ્યો ઈતિહાસ, ટોપ સર્ચમાં થયો સામેલ
- વિરાટ કોહલી અનુષ્કા શર્મા પુત્ર અકાય
Akay: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પુત્ર અકાયે તેના જન્મના થોડા મહિનામાં જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. અકાયનું નામ 2024ના ટોપ 10 સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોની ગૂગલની યાદીમાં પણ સામેલ છે.
અકાય નામનો અર્થ અને રેકોર્ડ્સ
જ્યારે વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્ર અકાયના જન્મની જાહેરાત કરી, ત્યારે તેઓએ તેનું નામ પણ જાહેર કર્યું. આ નામની વિશિષ્ટતાને કારણે લોકો તેનો અર્થ જાણવા ઉત્સુક બન્યા. “અકાય” નો અર્થ સંસ્કૃતમાં “શરીર વિના” થાય છે, એટલે કે જે સ્વરૂપ અથવા શરીરથી મુક્ત હોય. આ શબ્દે એટલું ધ્યાન આકર્ષિત કર્યું કે તે Google પર 2024માં સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોમાંનો એક બની ગયો.
ચાહકોનો પ્રેમ અને અકાયની લોકપ્રિયતા
અનુષ્કા અને વિરાટના ફેન્સના કારણે અકાયને પહેલાથી જ ઘણી લોકપ્રિયતા મળી છે. જોકે, આ દંપતીએ હજુ સુધી પોતાના પુત્રનો ચહેરો જાહેરમાં બતાવ્યો નથી. પરંતુ તેની એક ઝલક પણ ચાહકોને ઉત્સાહિત કરી દે છે.
અકાય નાની ઉંમરે ઈતિહાસ રચી દીધો છે અને તે સ્પષ્ટ છે કે તેને તેના માતા-પિતાની લોકપ્રિયતા વારસામાં મળી રહી છે.