પ્રખ્યાત બ્રાન્ડ જોનસન એન્ડ જોનસનનો એક તાજો કિસ્સો સામે આવ્યો છે. આ કંપની હિમાચલ પ્રદેશના બદ્દીમાં બાળકો માટે કેટલાક ઉત્પાદનોનું નિર્માણ કરે છે. આ કંપનીના બેબી શેમ્પૂ જેનો બેચ નંબર બીબી 58177 અને બીબી 58204 છે. આ પ્રોડક્ટમાં ગત દિવસોમાં થયેલી તપાસ દરમિયાન હાનિકારક તત્વ જોવા મળ્યા છે.
આ વિશે સચેત કરતા રાજસ્થાન રાજ્યના દરેક ડ્રગ્સ કંટ્રોલ અધિકારીઓને ડ્રગ્સ બુલેટીન જાહેર કરીને સચેત કર્યા છે. રાજસ્થાન ડ્રગ્સ કંટ્રોલર રાજારામ શર્મા દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે જૉનસન બેબી શેમ્પૂના ઉપરોક્ત બંને બેચ માનકો અનુસાર સાચા ઠર્યા નથી. જે ખરીદારો માટે નુકસાનકારક છે. જેથી આ કંપનીના ઉક્ત ઉત્પાદનના વેચાણ પર રોક લગાવતા બજારમાંથી તેના સ્ટૉકને પાછા મંગાવવામાં આવે. સાથે જ તે કંપનીના અન્ય બેચોની પણ સમય-સમય પર તપાસ કરવામાં આવે.