બોલીવુડમાં તાજેતરમાં જ અભિનેતા અર્જૂન કપૂર અને અભિનેત્રી મલાઇકા અરોરાના લગ્નની ખબરો આવી હતી. પાછલા ઘણા સમયથી અવોર્ડ ફંક્શન હોય કે બોલીવુડ પાર્ટી આ લવબર્ડઝ બધે જ સાથે જોવા મળતા હતાં. આ ઉપરાંત મલાઇકા અર્જૂનના પરિવારની ઘણી નજીક આવી ગઇ છે. કપૂર પરિવારમાં થતાં દરેક ફંક્શનમાં મલાઇકાને સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.
બોલિવુડની મુન્ની એટલે કે મલાઈકા અરોરા આ દિવસોમાં માલદિવમાં તેની ગર્લ ગેંગ સાથે વેકેશન મનાવી રહી છે.ત્યારે ખબરો આગની જેમ ફેલાઈ રહી છે કે જલ્દી જ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે.
જ્યારે આ વિશે જ્યારે મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાનને પૂછવામાં આવ્યુ ત્યારે તેણે પૂછનારા રીપોર્ટરની મજાક ઉડાવી.અરબાઝે કહ્યુ કે, વાહ શું સવાલ છે. આ માટે તો તે રાતથી તૈયારી કરી હશે નહીં. જો કે તે આ સવાલ પૂછવામાં ઘણો સમય લગાવ્યો છે એટલે હું પણ આ સવાલનો જવાબ કાલ સુધી વિચારીને જણવીશ.અને છી અરબાઝ કોન્સટેન્ટલી હસતો રહ્યો.ભઈ અરબાઝની આ મસ્તી પરથી તો લાગી રહ્યુ છે કે, તેને અર્જુન-મલાઈકાના લગ્નથી કોઈ જ ફર્ક નથી પડતો.