જયપુર : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાર્થિવ પટેલની 67 રનની જારદાર ઇનિંગની મદદથી 159 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે રાજસ્થાન રોયલ્સે ½õશ બટલરની જોરદાર અર્ધસદીની મદદથી 19.5 ±ùવરમાં ૩ વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સને બટલર અને અજિંકેય રહાણઍ સારી શરૂઆત અપાવી હતી અને બંનેઍ મળીને 60 રનની ભાગીદારી કરી હતી. રહાણે આઉટ થયો તે પછી બટલરે સ્મીથ સાથે મળીને 44 રનની ભાગીદારી કરી હતી, જે કારણે સ્કોર 104 સુધી પહોંચી ગયો હતો, તે પછી બટલર અંગત 59 રન કરીને આઉટ થયો તે પછી સ્મીથ અને રાહુલ ત્રિપાઠીઍ 50 રનની ભાગીદારી કરી ટીમને વિજયની નજીક મુક્યું હતું. અંતિમ ઓવરમાં થોડો ડ્રામા થયો હતો પણ અંતે રાજસ્થાન રોયલ્સે ઍક બોલ બાકી રાખીને 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
પાર્થિવે ઍક છેડો સાચવીને 41 બોલમાં 67 રનની જોરદાર ઇનિંગ રમતા આરસીબી 158 સુધી પહોંચ્યું
રહાણેઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી વિરાટ કોહલી અને પાર્થિવે મળીને 49 રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. જા કે 7મી ઓવરમાં શ્રેયસ ગોપાલે 25 બોલમાં 23 રન કરનારા કોહલીને બોલ્ડ કરી આરસીબીને પ્રથમ ઝટકો આપ્યો હતો. તે પછી તેણે ડિવિલિયર્સ અને હેટમાયરને આઉટ કરીને રાજસ્થાનને મોટી સફળતા અપાવી હતી. જો કે પાર્થિવે ઍક છેડો સાચવી રાખ્યો હતો. તેણે સ્ટોઇનીસ સાથે 53 રનની ભાગીદારી કરી હતી. તેના આઉટ થયા પછી સ્ટોઇનીસ 28 બોલમાં 31 અને મોઇન અલી 9 બોલમાં 18 રન કરીને નોટઆઉટ રહ્યા હતા અને આરસીબીનો સ્કોર 4 વિકેટે 158 રન થયો હતો.